શું છે RTE?
RTE admission(શિક્ષણનો અધિકાર કાયદો 2009)): દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપવાનો એક મૌલ્યવાન પ્રયાસ થયો છે. ભારત એવો એક દેશ બન્યો છે જેમણે વિશ્વના 135 દેશોમાં એવો ખાસ સ્થાન મેળવ્યો છે, જેમણે શિક્ષણનો મૂળભૂત અધિકાર મફત પ્રદાન કરે છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે.
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ: RTE admission
- 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું છે.
- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે. આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે.
- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
- ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
ક્રમ | દસ્તાવેજનું નામ | માન્ય આધાર-પુરાવાની વિગત |
1 | રહેઠાણ નો પુરાવો | – આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. – જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં) |
2 | વાલીનું જાતીનું પ્રમાણપત્ર | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
3 | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું |
4 | ફોટોગ્રાફ | પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ |
5 | વાલીની આવકનું પ્રમાણપત્ર | આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે. |
6 | બીપીએલ | ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. |
7 | વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
8 | અનાથ બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
9 | સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
10 | બાલગૃહ ના બાળકો | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
11 | બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો | જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર |
12 | સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
13 | ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%) |
14 | (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
15 | શહીદ થયેલ જવાનના બાળકો | સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો |
16 | સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે | ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો |
17 | સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો | સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે |
18 | બાળકનું આધારકાર્ડ | બાળકના આધારકાર્ડની નકલ |
19 | વાલીનું આધારકાર્ડ | વાલીના આધારકાર્ડની નકલ |
20 | બેંકની વિગતો | બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ |
21 | સેલ્ફ ડિક્લેરેશન | પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. |
ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ
કેટેગરીનું નામ | અપલોડ કરવાના થતા દસ્તાવેજ |
---|---|
અનાથ બાળક | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણનો પુરાવો (૩) ચાઈલ્ડ વેલ્ફેર કમટી (CWC) નું પ્રમાણપત્ર (૪) પાસપોટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલી સહીનો નમૂનો |
સંભાળ અને સુંરક્ષણની જરૂરિયાતવાળું બાળક | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણનો પુરાવો (૩) ચાઈલ્ડ વેલ્ફેર કમટી (CWC) નું પ્રમાણપત્ર (૪) પાસપોટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલી સહીનો નમૂનો |
બાલગૃહના બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણનો પુરાવો (૩) ચાઈલ્ડ વેલ્ફેર કમટી (CWC) નું પ્રમાણપત્ર (૪) પાસપોટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલી સહીનો નમૂનો |
બાળમજૂર/સ્થળાતરીત મજૂરના બાળક | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણનો પુરાવો (૩) ચાઈલ્ડ વેલ્ફેર કમટી (CWC) નું પ્રમાણપત્ર (૪) પાસપોટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલી સહીનો નમૂનો |
મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (૪૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા) (૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો (૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો (૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કે તે પછીનો) (૫) પાન કાર્ડ (જો હોય તો) (૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો) (૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે) (૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું (૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કે તે પછીનો) (૫) પાન કાર્ડ (જો હોય તો) (૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો) (૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે) (૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, 10 SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) જાતિનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) (૪) બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર (બીપીએલ રેશનકાર્ડ માન્ય નથી) (૫) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૬) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) જાતિનો દાખલો (૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કે તે પછીનો) (૫) પાન કાર્ડ (જો હોય તો) (૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો) (૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે) (૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો (NTDNT मां NO કરે तो) | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) જાતિનો દાખલો (૫) પાન કાર્ડ (જો હોય તો) (૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કે તે પછીનો) (૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો) (૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે) (૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો (NTDNT मां YES કરે तो) | (૧) જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) જાતિનો દાખલો (૪) NTDNT હોવા અંગેનો દાખલો (વિચરતી – વિમુક્ત જાતિનો દાખલો) (૫) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કે તે પછીનો) (૬) પાન કાર્ડ (જો હોય તો) (૭) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો) (૮) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે) (૯) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૧૦) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગ બાળકો | (૧)જન્મનું પ્રમાણપત્ર (૨) રહેઠાણ નો પુરાવો (૩) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ કેતેપછીનો) (૪) પાન કાર્ડ (જો હોય તો) (૫) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન(જો ફાઈલ કરતા હોય તો) (૬) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતા હોય તેના માટે) (૭) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૮) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો |
ખાસ સૂચના:
- ઓનલાઈન ફોર્મમાં ફક્ત ઓરીજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
- JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે.
- ડોક્યુમેન્ટ 450 kb થી ઓછી સાઈઝ રાખી અપલોડ કરવાના રહેશે.
- રહેઠાણનો પુરાવો જો ભાડા-કરાર (રજીસ્ટર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.
RTE admission 2023-24
વાલી મિત્રો માટે ખાસ સુચના:
- આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
- રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
- (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).
- પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ
- પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.
- ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
- ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.
શાળાની યાદી: RTE admission
School List : શાળા યાદી
અરજીની સ્થિતિ: RTE admission
application status: એપ્લિકેશન સ્થિતિ of RTE admission. (અહીંયા તમારા ભારેલા ફોર્મ ની સ્થિતિ જાણી શકાશે.)
અર્જી છાપો: અહીંયા તમારા ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી શકાશે.
Download ADMIT CARD (પ્રવેશ પત્ર): ADMIT CARD of RTE admission
Join Our Whatsapp Group | Click Here |
Join Our facebook Page | Click Here |
फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojkinews.com पर !