નાના ધંધા વ્યવસાય યોજના (ટર્મ લોન) 2024-25 | શું તમારે પણ વ્યવસાય કરવાં માટે નાણાં ની જરૂર છે?

Prince Ranpariya
7 Min Read

શું તમારે પણ વ્યવસાય કરવાં માટે નાણાં ની જરૂર છે?

(1) ૫શુપાલન યોજનાઃ
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે.કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે
(2) નાના ઘંઘા વ્યવસાય :-
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે ૫સંદગીના વ્યવસાય માટે
(3) ૫રિવહન યોજના:-
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ.ર.૦૦લાખ સુધીની છે.પરીવહન સેકટરમાં ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરેવાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે.
લોન મેળવવાની પાત્રતા
ઉકત ત્રણ યોજનામાં અરજદારે લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ઘરાવતા હોવા જોઇએ.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ.અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએઅરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ..અરજદારને તાંત્રિક તથા અન્યં કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ(નાના ધંધા વ્યવસાય યોજના)
આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક 6% રહેશે.
આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના 85% લોન આપવામાં આવશે,
જેમા ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના 10% રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
આ લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.

શું તમારે પણ વ્યવસાય કરવાં માટે નાણાં ની જરૂર છે?

તો આપણે નાના ધંધા યોજના વિશે વાત કરશો. જેની અંદર તમારે કરિયાણાની દુકાન, ડેરી, મોબાઈલ રીપેરીંગ કોમ્પ્યુટર રીપેરીંગ આવી દુકાનો ખોલવા માટે આવા ધંધાઓ કરવા માટે સરકાર દ્વારા તમને બે લાખની સહાય મળવા પાત્ર છે.

તો નાના ધંધા વ્યવસાય યોજનાનો લાભ કોને મળશે? કયા કયા ડોક્યુમેન્ટ જોશે? અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

 • સૌ પ્રથમ આપણે લાક્ષણિકતાઓની વાત કરશું.
 • જેની અંદર અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જ્ઞાતિના હોવા જોઈએ.
 • આ યોજના ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એના માટે જ છે.
 • ત્યારબાદ લોનની મહત્તમ મર્યાદા બે લાખ રૂપિયા છે તો આ યોજના ની અંદર તમને બે લાખ સુધીની લોન આપવામાં આવશે.
 • ત્યારબાદ તમારી ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • વાર્ષિક આવક મર્યાદા તો તમારી જે આવકનું દાખલો છે એની અંદર 3 લાખ અથવા ઓછી અથવા એથી ઓછી હોવી જોઈએ.
 • ત્યારબાદ લોનની રકમ ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવું પડશે.
 • ત્યારબાદ લોનની રકમ 95 ટકા એટલે કે જે તમને લોન મળી છે એના 95% તમારી ચૂકવવાના રહેશે અને 5% છે એ તમને જે લાભાર્થી છે.
 • એને ફાયદો એટલો એટલે કેટલો લાભ રહેશે 5% રકમ તમારી ચૂકવવાની રહેશે નહીં.
 • ત્યારબાદ જે વ્યવસાય માટે લોન મેળવવાની છે એવી વ્યવસાયનું અનુભવનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ એટલે કે જે પણ તમારે ધંધો કરવો હોય માની લ્યો કે મોબાઈલ રીપેરીંગ નો ધંધો કરવો હોય તો એનું હોવું જોઈએ.
નાના ધંધા વ્યવસાય યોજના (ટર્મ લોન) 2024-25 કયા કયા ડોક્યુમેન્ટ જોશે?
 • આધાર કાર્ડ
 • રેશનકાર્ડ
 • સક્ષમ અધિકારી નો આવકનો દાખલો
 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી ભરવાડ જ્ઞાતિના અંગેનો જાતિનો દાખલો એટલે કે તમારો જે જાતિનો દાખલો
 • ઉંમરનો પુરાવો
 • તમારે જે પણ ધંધો કરવો હોય એનું અનુભવનું પ્રમાણપત્ર
 • જે દિવસે કરવા હોય તેનો પ્રોજેક્ટ રિપોર્ટ (આ ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય તો પણ ચાલશે પણ હોય તો વધારે સારું)
 • જો બીપીએલ માં આવતા હોય તો તેનો દાખલો
 • વિકલાંગો હોય તો વિકલાંગો અંગેનું પ્રમાણપત્ર
ઓનલાઇન ફોર્મ કઈ રીતે કરવું?
 • તમારું બ્રાઉઝર ઓપન કરી લ્યો
 • એની અંદર ટાઈપ GGDC કરી લેવાની છે
 • તમને જોવા મળશે લાલ કલરના જે અક્ષર એ જ લખેલું છે તમારું એપ્લિકેશન નંબર એ જ તમારો કન્ફર્મેશન નંબર છે એ તમારો કન્ફોર્મેશન નંબર રહેશે
 • જો નિગમ માંથી અગાઉ લોન લીધેલ હોય અને પર્પાઈ કરવાની બાકી હોય તેવા લોન માટે અરજી કરવી નહીં.
 • કોઈ પણ લોન લીધી હોય અને ભરવાની બાકી હોય તો આની અરજી કરવી નહીં.
 • ત્યારબાદ ધિરાણ યોજનામાં જ અરજી કરવાની રહેશે અને તમારા કુટુંબની અંદર એક જ વ્યક્તિ અરજી કરવાની રહેશે.
 • ત્યારબાદ અરજદારે અરજી કરતી વખતે પોતાનો જ મોબાઈલ નંબર નાખો જેથી જે લોન ની રકમ છે, કયા કયા ડોક્યુમેન્ટ છે.
 • એ બધી જ માહિતી તમને મળતી રહે ઘણી બધી યોજના છે એમાં યોજના છે નાના ધંધા યોજના એની સામેની સાઈડ
 • તમે જોશો તો ગ્રીન કલરનું એપ્લાયન છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે.
 • એની ઉપર ક્લિક કરશો તો એની ઉપર ક્લિક કરશો એટલે અહિયાં સ્મોલ બિઝનેસ લખેલું તમને જોવા મળે છે.
 • તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે બે લાખથી ઓછી લખવાની છે પછી એકલા 50,000 લખો 1,80000 લખો 90,000 લખો એટલે કે તમારી જરૂરિયાત મુજબ તમે લખી શકો છો
 • અને વધુમાં વધુ તમે બે લાખ રૂપિયા લખી શકો છો
 • સૌ પ્રથમ તમારો જે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, તો ત્યારબાદ અરજદાર નું પૂરું નામ, એડ્રેસ ની અંદર તમારો જે ઘર નંબર હોય શેરી નંબર હોય ગામનું નામ હોય એ બધું જ આની અંદર પૂરું એડ્રેસ લખી નાખવાનું છે.
 • 21 થી 45 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ.
 • તો તમે આજે કરી શકશો. સાલ પછી જે મહિનો અને જે પણ તારી કોઈ સિલેક્ટ કરી લો.
 • ત્યારબાદ તમારી જે ઉંમર છે ઓટોમેટીક બતાવશે.
 • જાતિ છે તેની ઉપર ક્લિક કરશો એટલે રબારી અને ભરવાડ
 • ફોન નંબર, ઇ-મેલ આઇડી હોય તો, જેન્ડર
 • તમારી કુટુંબની વાર્ષિક આવક
 • અરજદારના માતા-પિતાના વાલીનો ધંધો
 • આવક ના દાખલા નો નંબર
 • તમે વિકલાંગ હોય તો સિલેક્ટ કરવાનું છે અને ન હોય તો ના સિલેક્ટ કરવાનું છે
 • ત્યારબાદ તમે ધંધો કરવા માગતા હોય એનું નામ લખવાનું છે જેમ કે મારે મોબાઇલ રીપેરીંગ નો ધંધો ચાલુ કરવો છે તો અહીંયા મોબાઈલ રીપેરીંગ શોપ એ રીતે તમે લખી શકો છો.
 • કુટુંબમાં કોઈ સરકારી અથવા ખાનગી નોકરી કરે છે એની બધી જ માહિતી નાખવાની છે
 • શૈક્ષણિક લાયકાત
 • બેન્ક એકાઉન્ટ નંબર
 • સબમિટ ઉપર ક્લિક કરવાનું છે.

નાના ધંધા વ્યવસાય યોજના (ટર્મ લોન) 2024-25 | શું તમારે પણ વ્યવસાય કરવાં માટે નાણાં ની જરૂર છે? વધારે જાણકારી મેળવવા અહીંયા ક્લિક કરો.

Join Our Whatsapp GroupClick Here
Join Our facebook PageClick Here

फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *